Fri,15 November 2024,6:36 pm
Print
header

ગુજરાતમાં ચૂંટણી પહેલા અમીરગઢ ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું- Gujarat Post

કન્ટેનરમાં હરિયાણા બ્રાન્ડની દારૂની 500 પેટી દારૂ મળ્યો

પંજાબથી અમદાવાદ લવાઇ રહ્યો હતો વિદેશી દારૂ 

બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બુટલેગરો બેફામ છે, રાજ્યમાં ધુસાડવામાં આવતા દારૂના કન્ટેનરને અમીરગઢ પોલીસે ઝડપી પાડીને એકની અટકાયત કરી છે. મોડી રાત્રે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા કન્ટેનરમાં હરિયાણા બ્રાન્ડની દારૂની 500 પેટી ઝડપી લેવાઇ છે. પોલીસે અંદાજે 30 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. પંજાબથી અમદાવાદ વિદેશી દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. હાલ  પોલીસે કન્ટેનર ચાલકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતુ કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રોકડ, દારૂ અને મફત ભેટની રેકોર્ડબ્રેક જપ્તી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં આજે મતદાન છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં હિમાચલ પ્રદેશમાં આવી વસ્તુઓ જપ્ત કરવામાં પાંચ ગણો વધારો થયો છે.

પંચે જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વેના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળની યોજનાએ જપ્તીના કિસ્સામાં અસાધારણ પરિણામો આપ્યાં છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના થોડા દિવસોમાં જ રૂપિયા 71.88 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી વસૂલાત કરતાં પણ વધુ છે. 2017માં આ આંકડો 27.21 કરોડ રૂપિયા હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch