Mon,18 November 2024,3:59 am
Print
header

દેશમાં કોરોનાનું તાંડવ, આ મોટા શહેરમાં પબ બન્યું કોરોના હબ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ, 291 લોકોનાં મોત 

(પ્રતીકાત્મક તસવીર)

બેંગલુરુઃ દેશમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દરમિયાન બેંગલુરુનું એક પબ કોરોનાનું હબ બન્યુ છે. પબમાં કામ કરતાં 87માંથી 16 કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉત્તર બેંગલુરુમાં બેલ રોડ સ્થિત 1522 પબમાં કર્મચારીઓ સંક્રમિત થતાં પબ બંધ કરી દેવામાં આવ્યો છે. ચંદીગઢમાં સુકના તળાવ સહિત તમામ પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ અને 291 લોકોનાં મોત થયા છે. 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી લઈ ચુક્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોના કુલ કેસ પૈકી મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, કેરળ સહિતના છ રાજ્યોમાં છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે આ રાજ્યોમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ સૌથી વધારે છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.35 ટકા છે જ્યારે રિકવરી દર 95 ટકાની આસપાસ છે એક્ટિવ કેસ 3.80 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી.કોરોના કેસની સંખ્યાના બાબતે ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારતમાં દુનિયામાં સૌથી વધુ છે. મૃત્યુના કિસ્સામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો પછી ભારત ચોથા ક્રમે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch