Sat,16 November 2024,4:08 pm
Print
header

ગુજરાત સરકારની નવી કોરોના SOP જાહેર, 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત- Gujarat post

ગાંધીનગરઃ આજે રાજ્ય સરકારની કોરોનાની નવી SOP જાહેર કરવામાં આવી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્ય(Gujarat)ના 8 મહાનગરો અને 2 શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે.રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યૂનો વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે.  મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર, નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કર્ફ્યૂની હાલની જે સમયાવધિ તા 22-01-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધી કરવામાં આવી છે. હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22મી જાન્યુઆરીથી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યૂનો અમલ તા. 29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.  ભૂપેન્દ્ર પટેલે (Bhupendra patel)કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch