Mon,18 November 2024,4:05 am
Print
header

વડોદરામાં 8 નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય વિભાગ થયું દોડતું

વડોદરા: રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.  વડોદરામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલમાં 8 નવજાત બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેને કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.બાળકો માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.શહેરની ખાનગી હૉસ્પિટલોમાં પણ બાળકોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.એસ.જી હૉસ્પિટલમાં બાળકો માટે અલગ કોરોનાના વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે.આરોગ્ય વિભાગની ચિંતા એટલે પણ વધી છે કે કોરોનાની સારવારમાં મોટા વ્યક્તિઓ માટે જે દવાઓનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ નાના બાળકો માટે ન કરી શકાય. એસએસજી પિડિયાટ્રીક વિભાગમાં આઠ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી પાંચ બાળકોને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે ત્રણને બાળકોની હૉસ્પિટલમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે સારવાર ચાલી રહી છે.

એચઓડી, ડૉ. શિલા ઐયરના જણાવ્યાં પ્રમાણે આ વખતના કોરોના સ્ટ્રેન સંક્રમણમાં બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પોઝિટિવ આવી રહ્યાં છે.તેમના માટે ખાસ આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાવવા લાગ્યાં છે. વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હૉસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે 2814 બેડ ખાલી છે. જેમાં 1367 બેડ ICUની સુવિધાથી સજ્જ છે, જે પૈકી 1059 ICUના બેડ ભરાઇ ગયા છે. હવે માત્ર ICUના માત્ર 308 બેડ જ ખાલી છે. આમ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch