Mon,18 November 2024,12:31 am
Print
header

ગુજરાત એસ.ટીના 150 થી વધુ કર્મચારીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યાં, વળતરની માંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડાઓ સુધી તબાહી મચાવી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કંડકટર સંક્રમિત છે. 800 માંથી 150 કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જેમાં એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાને કારણે મૃત્યું પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી મહામંડળના સભ્યોએ બેનરો લઈને સરકાર સમક્ષ અનેક વળતર સહિતની માંગણીઓ પણ કરી છે. 

મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કંડકટરોએ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ જીવના જોખમે કોરોનામાં પણ ફરજ બજાવી છે અને તેથી જ તેઓ  સંક્રમિત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch