Sat,16 November 2024,4:15 pm
Print
header

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યએ કહ્યું શરદી હોય તો ઘરમાં પણ માસ્ક પહેરો- Gujarat Post

(file photo)

કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ

અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો અને બંને વચ્ચે મોટો તફાવત છે

જેમણે વેક્સિન નથી લીધી તેવા લોકો અને બાળકો સજાગ રહે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ (Gujarat corona cases) થયો છે. મંગળવારે કોરોનાના સૌથી વધારે 17 હજાર ઉપરના કેસ નોંધાયા છે. જેથી હવે જાગેલી સરકારે કોવિડ ટાસ્કફોર્સ (covid task force) સાથે બેઠક કરી હતી.જેમાં ડો. દિલીપ માવલંકર, ડૉ. વી. એન.શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તજજ્ઞોએ કોરોના (coronavirus) અને તેના ઓમિક્રોન વેરિયન્ટને (omicron) હળવાશથી ન લેવા સલાહ આપી છે.

ડો. દિલીપ માવલંકરે કહ્યું, કોરોના વધુ ફેલાય નહીં તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. આગામી ત્રણથી ચાર સપ્તાહમાં શું સ્થિતિ રહેશે તેની ખબર પડી જશે. બિનજરૂરી બહાર ના જાવ, મેળાવડા ટાળો, લક્ષણો હોય તો ઘરે જ આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. ઘરમાં હાઈ રિસ્ક દર્દીઓ હોય તો યુવાઓએ તેમનાથી દૂર રહેવું જોઇએ. વૃદ્ધો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેમણે ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે. પ્રસંગો તો આવ્યા કરશે, પણ તેમાં ભીડ ભેગી ન કરવી જોઈએ.

ડો. અતુલ પટેલે જણાવ્યું કે અત્યારે કોરોનાના કેસો વધે છે, એમાં ઓમિક્રોનનો વધારો થયો.ગત વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં તકલીફ પડી હતી.આ રોગને ફેલાતો અટકાવવો જરૂરી છે તો જ કેસો ઓછા આવશે. અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો અને બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી.

 ડો. સુધીર શાહે જણાવ્યું કે 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી તેવા અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી.અગાઉની દવા કારગત નીવડી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch