Sun,17 November 2024,3:20 am
Print
header

કપાસની માંગ વધતા ખેડૂતો ખુશ, ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે

ગાંધીનગરઃ બજારમાં કપાસની ઘણી માંગ છે જેને કારણે વેપારીઓ ખેડૂતો પાસેથી મોટાપાયે કપાસની ખરીદી કરી રહ્યાં છે. ભારે માંગને કારણે ખેડૂતોને દિવાળી પર ઉંચા ભાવની ભેટ મળી છે. અનુમાન છે કે આગામી થોડા દિવસોમાં કપાસનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે.

ઓછું ઉત્પાદન અને વધતી માંગ વચ્ચે કપાસની ખરીદી માટે વેપારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં હોય તેવો આ પ્રથમવાર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ

નિરીક્ષકો કહે છે કે આ એક નવો ટ્રેન્ડ છે  વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે આ એક સારી શરૂઆત છે, ખેડૂતોને તેનો ફાયદો મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ છે, પરંતુ આ વખતે ઉત્પાદન અપેક્ષા મુજબ થયું નથી.કપાસના વેપારીઓ કપાસ ખરીદવા માટે એકબીજાની વચ્ચે હરીફાઈ કરી રહ્યાં છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ઓછી ઉપજને કારણે  વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યાં છે.

ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે પાકને અસર થઈ છે, હવે સારી કિંમત મળવાથી તેની ભરપાઈ થઈ રહી છે. બીજી તરફ ભાવ વધારાના સમાચારથી ખેડૂતોએ હવે સ્ટોક રાખવાનું શરૂ કર્યું છે, અપેક્ષા છે કે આવનારા થોડા દિવસોમાં કિંમતમાં મોટો વધારો થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch