Sun,17 November 2024,7:01 pm
Print
header

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત, લોકોમાં ફફડાટ

મુંબઇઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત થઈ રહી છે ત્યાં ડેલ્ટા પ્લસ વેરિયંટ લોકો માટે મુશ્કેલી બની છે. મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી (Delta plus variant) સંક્રમિત થયેલા વ્યક્તિનું શુક્રવારે મોત થયું છે.આ અંગેની જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope)એ આપી હતી.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ના 21 દર્દીઓમાંથી 1 દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ હતી. આ વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યાં છે.

નોંધનિય છે કે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે ગત અઠવાડિયે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણનું નવું સ્વરૂપ ડેલ્ટા પ્લસ કોવિડ-19ની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોવિડ-19 ટાસ્ટ ફોર્સના મેમ્બર્સ તેમજ સ્વાસ્થ્ય વિભાગના સભ્યો આ બેઠકમાં હાજર હતા. આ નવું સ્વરૂપ ભારતમાં સૌથી પહેલા આવેલા 'ડેલ્ટા' એટલે કે ‘B.1.617.2’ વેરિઅન્ટના મ્યૂટેશનથી બન્યું છે. ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતું

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch