Sun,17 November 2024,4:03 pm
Print
header

ગામડાઓમાં ખતરો વધી શકે છે, કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયંટ મચાવી શકે છે તબાહી

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર પછી હવે ત્રીજી લહેર સામે લડત આપવાની તૈયારીઓ વચ્ચે ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે જેમાં કોવિડ 19ની ત્રીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડેલ્ટા વેરિયંટ તબાહી મચાવી શકે છે, મેડીકલ એસોસીએશન અને નિષ્ણાંતોએ હાલની સ્થિતિને આધારે આ ચેતવણી આપી છે. બીજી લહેર નબળી પડતા લોકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટથી સ્થિતિ ચિંતાજનક બની શકે છ જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વિના ફરતા લોકો સામાજિક અંતરને પણ ભુલી ગયા છે જેથી ચિંતા વધી શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ અને લેમ્ડા વેરિયંટ જોખમી છે કારણ કે વેક્સીન પર પણ તેની અસર પ્રમાણમાં ઓછી થાય છે.તેની ફેલાવવાની ક્ષમતા સામાન્ય વાયરસ કરતા અનેક ગણી છે. હાલ જે રીતે અનલોક બાદ છુટછાટ આપવામાં આવી છે. તે જોતા સ્થિતિ ગંભીર બની શકે તેમ છે. હાલ કેરળમાં ડેલ્ટાપ્લસ વેરીયંટને કારણે કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યાં છે. 

હવે ત્રીજી લહેરની લગભગ શરુઆત થઇ ચુકી છે આવા સમયે સૌથી મોટી ચિંતા એ છે કે ત્રીજી લહેર ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાં સૌથી વધારે જોખમી બની શકે છે, કારણ કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માસ્ક નથી પહેરતા અને સામાજિક અંતરના નિયમને અનુસરતા નથી. જો કે ત્રીજી લહેરમાં મૃત્યુની સંખ્યા પ્રમાણમાં કાબુ રહેશે કારણ કે કોરોનાની બીજી લહેર બાદ સરકારે આગામી સમયને ધ્યાનમાં રાખીને આરોગ્યને લગતી તમામ તૈયારીઓ કરી લીધી છે જો કે દરેક નાગરિકોએ કોરોના સામે સાવધાની રાખવી જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch