Sun,17 November 2024,3:20 am
Print
header

સાવધાન થઇ જાજો, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા

તહેવારોની સિઝનમાં લોકોની ભીડ થઇ રહી છે 

અમદાવાદઃ ગુજરાતમાં તહેવારોની ઉજવણી અને ખરીદી વખતે બજારમાં ઉમટેલી ભીડે કોરોના નિયમો નેવે મૂકી દીધા હતા. લોકોની આ બેદરકારી હવે ગુજરાતને ભારે પડી શકે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હજુ 32 ટકા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી અને કોરોનાના કેસ આવવાના શરૂ થઇ ગયા છે.

કોરોનાના કેસમાં ફરી વધારો થવાની આશંકા છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. છેલ્લા થોડા દિવસોથી નવા નોંધાતા કેસ સામે ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ ઘટી ગયું છે.લોકો દિવાળીના તહેવાર વખતે બહાર ફરવા ગયા એટલે ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું હતું. પરંતુ હવે ટેસ્ટિંગ વધારવામાં આવશે.

રાજકોટમાં મુંબઈથી પરત ફરેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તંત્ર દોડતું થયું છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પણ કોરોનાનો ભય વધી રહ્યો છે, લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch