Sat,16 November 2024,7:52 am
Print
header

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા સરકારે લીધો મોટો નિર્ણય- Gujarat post

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં મોટો ઘટાડો થયો છે. કોરોનાના ઘટતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને 31 માર્ચથી મોટાભાગના કોવિડ પ્રતિબંધો હટાવી લેવાની જાહેરાત કરાઇ છે.જો કે માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે.

દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1778 નવા કેસ અને 62 દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં 826 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 23,087 થઈ છે. કુલ મૃત્યુઆંક 5,16,605 પર પહોંચ્યો છે.અત્યાર સુધીમાં 181,89,15,234 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 33,13,290 ડોઝ આપવામાં આવ્યાં હતા.16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

કોવિડ-19 માટે અત્યાર સુધીમાં કુલ 78.42 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 6,77,218 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુલ 4,24,73,057 લોકો ચેપ મુક્ત થયા છે, કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. તે જ સમયે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 181.89 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch