Sat,16 November 2024,4:15 pm
Print
header

સૌથી મોટા સમાચાર, કોવેક્સિન અને કોવિશિલ્ડને બજારમાં વેચવાની મંજૂરી -Gujarat post

નવી દલ્હીઃ DCGI દ્વારા ભારતની બંને કોરોના વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડ બજારમાં વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં લોકો વેક્સિનને હવે ખરીદી શકશે.અગાઉ સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે વેક્સિનની કિંમત 150 રૂપિયાથી લઈને 275 રૂપિયા વચ્ચે રાખવામાં આવી શકે છે. NPPA દ્વારા વેક્સિનને યોગ્ય ભાવમાં લાવવા માટે અમુક દિશા નિર્દેશોને જાહેર કરવામાં આવ્યાં છે. હાલ કોવેક્સિનની કિંમત 1200 રૂપિયા છે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 780 રૂપિયા છે. જેનો ભાવ બજારમાં આવતા ઘટી જશે.

જો કે હાલમાં બંન્ને વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરી શકાશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કોવિશીલ્ડ વેક્સિન બનાવામાં આવે છે.ભારત બાયોટેક દ્વારા કોવેક્સિન બનાવામાં આવે છે.આ બંને વેક્સિનને બજારમાં વેચવાની મંજૂરી મળી ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch