Tue,17 September 2024,3:37 am
Print
header

Crime News: પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ ગળાફાંસો ખાધો, હોટલના રૂમમાંથી મળી લાશ- Gujarat Post

Latest Crime News: હરિયાણાના કુરુક્ષેત્રમાં નવા બસ સ્ટેન્ડ પાસે એક હોટલના રૂમમાં યુવકે તેની પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જે બાદ યુવકે ચુંદડી વડે ગળેફાંસો ખાઈને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. મૃતક યુવકની ઓળખ કમલદીપ સિંહ (27 વર્ષ) તરીકે થઈ છે, જે ગુમ્યારા ગામ, જિલ્લા મુક્તસર સાહિબ પંજાબનો છે. યુવતી (23 વર્ષ) અંબાલા જિલ્લાની રહેવાસી હતી, જે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં એમએ કરી રહી હતી અને કુવી હોસ્ટેલમાં રહેતી હતી. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસાપાસ બની હતી.

પોલીસના જણાવ્યાં અનુસાર બંને નવા બસ સ્ટેન્ડ પાસે એક હોટલના બીજા માળે રૂમ નંબર 204 માં રોકાયા હતા. બંને લાંબા સમય સુધી બહાર ન આવતાં હોટલના કર્મચારીઓને શંકા ગઈ હતી, યુવતીના પરિવારજનોએ તેના મોબાઈલ નંબર પર અનેક કોલ કર્યાં હતા, પરંતુ કોઈ કોલ ઉપાડ્યો ન હતો. જ્યારે પરિવારજનોએ કુવી હોસ્ટેલમાં તેમની દીકરી વિશે પૂછ્યું તો તેમને ખબર પડી કે તેમની દીકરી હોસ્ટેલમાં હાજર નથી.

હોટલના સ્ટાફને રૂમમાં કોઈ હલચલ જણાતાં પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી, હોટલના રેકોર્ડમાંથી આધાર કાર્ડ એકત્ર કર્યા, તેમના પરિવારજનોને જાણ કરી અને તેમને સ્થળ પર બોલાવ્યાં હતા. પોલીસે પરિવારજનોની હાજરીમાં હોટલનો રૂમ ખોલ્યો તો યુવતિનો મૃતદેહ ચાદરમાં લપેટાયેલો હતો અને કમલદીપનો મૃતદેહ ચુંદડીમાં લટકતો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર યુવતીના ગળા પર નિશાન જોવા મળ્યાં હતા. પોલીસે બંને મૃતદેહોનો કબ્જો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch