Bhavnagar Crime News: ભાવનગરમાં દિવાળી પહેલાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ પૈસા ન આપતાં પુત્રએ સગા બાપને છરીના ઘા માર્યાં હતા. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા પિતાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઇન્દિરાનગર નવી નિશાળ સામે વણઝારાની શેરીમાં રહેતા ઈસ્માઈલભાઈ છંદુભાઈ કુરેશી (ઉં.વ 66) અઠવાડિયા પહેલા ભંગારની ફેરી કરી પરત ઘરે આવ્યાં હતા, ત્યારે તેમના દિકરા ફજલ ઉર્ફે ગફાર ઇસ્માઈલભાઈ કુરેશીએ આવીને કહ્યું કે મને વાપરવા માટે પૈસા આપો. જેથી પિતાની પાસે પૈસા ન હોવાને કારણે પૈસા આપવાની ના પાડી હતી.
પુત્ર ફજલ ઉર્ફે ગફારએ ખિજાઈને પિતા પર છરી વડે ડાબી બાજુના પડખામાં એક ઘા ઝીંકી દીધી હતો તથા ડાબા હાથે બાવડા ઉપર છરીનો ઘા મારી ગાળો આપી હતી અને પૈસા ન આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં દેકારો થતાં પુત્રી અને પત્નીએ તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ઈસ્માઈલભાઈને ગંભીર ઈજા થતાં 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45
સાંસદ પપ્પુ યાદવને જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- રેસ્ટ ઈન પીસ કરી દઈશું- Gujarat Post | 2024-10-29 18:53:22
પુત્ર માટે કન્યા શોધવા નીકળેલા પૂજારી ફસાયા હનીટ્રેપમાં, ગાંધીનગરના આ કિસ્સાએ જગાવી ચકચાર- Gujarat Post | 2024-10-29 18:49:11
કેરળમાં દિવાળી પહેલા મોટી દુર્ઘટના, મંદિરમાં આતશાબાજી દરમિયાન 150થી વધુ લોકો ઘાયલ- Gujarat Post | 2024-10-29 18:38:14
Vadodara News: પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કર્યો રોડ શો, ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ | 2024-10-28 10:04:08
અમદાવાદના વેજલપુરના PSI રૂ.80 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા | 2024-10-27 11:14:17
Vadodara Crime News: યુવકે મહિલા પર દુષ્કર્મ કરી પેશાબ પીવડાવ્યો હતો, કોર્ટે ફટકારી આવી સજા- Gujarat Post | 2024-10-27 10:51:27
ACB ટ્રેપમાં સરકારી બાબુની દિવાળી બગડી, રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રૂ.10 લાખ રૂપિયાની માંગી હતી લાંચ | 2024-10-27 09:07:49
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
Junagadh News: એસઓજી ઓફિસ પાસે ગેરકાયદેસર ધમધમતું ગેમ ઝોન પકડાયું, સીલ હોવા છતાં આ રીતે ચાલતું હતું | 2024-10-25 09:35:33