Tue,17 September 2024,1:47 am
Print
header

ડ્રગ્સનો એવો તો નશો કે પોતાની માતાને જ ઉતારી દીધી મોતને ઘાટ, પિતા ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં- Gujarat Post

Haryana Crime News: હરિયાણાના યમુનાનગરના જયરામપુર ગામમાં ડ્રગ્સના પૈસા ન મળતા પુત્રએ માતા-પિતા પર સળિયાથી હુમલો કર્યો હતો. આરોપી યુવકની 55 વર્ષીય માતા મીતા દેવીના માથા પર સળિયો વાગવાથી તેમનું મોત થયું હતું. પિતા પ્રભુરામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકના મોટા પુત્ર દિનેશે જણાવ્યું કે તેનો ભાઈ જોની નશાનો વ્યસની છે. તે આલ્કોહોલ, કેનાબીસ અને અન્ય ડ્રગ્સનો વ્યસની છે. જ્યારે તેની પાસે પૈસા ન હોય ત્યારે તે તેના માતા-પિતાને માર મારીને પૈસા પડાવી લેતો હતો. રાત્રે તેનો ભાઈ જોની ઘરે આવ્યો અને માતા મીતા દેવી અને પિતા પ્રભુરામ પાસે પૈસા માંગવા લાગ્યો હતો. માતાએ તેને ડ્રગ્સ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.

આરોપીએ માતાના માથા પર સળિયાથી અનેક પ્રહાર કર્યાં હતા. તેને બચાવવા આવેલા તેના પિતાને પણ માથામાં સળિયા વડે મારવામાં આવ્યો હતો. માથામાં સળિયાના ઘા વાગતાં તેની માતા બેભાન થઈ ગઈ હતી. પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા અને માતા-પિતાને હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યાં સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું. પિતા પ્રભુરામની ગંભીર હાલત જોઈને તેમને પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યાં.

દિનેશે જણાવ્યું કે ભાઈ જોનીએ પાંચ મહિના પહેલા પણ તેની માતાને માર માર્યો હતો. જેના કારણે માતાનો હાથ ભાંગી ગયો હતો. જોકે, તે સમયે પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. આરોપીએ સગા-સંબંધીઓ સમક્ષ માફી માંગી હતી અને ભવિષ્યમાં આવું કામ નહીં કરવાની ખાતરી આપી હતી. આ પછી પણ તે પોતાની હરકતો છોડી ન હતી અને પૈસાની માંગણી કરીને તેના માતા-પિતાને હેરાન કરતો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch