Sat,21 September 2024,3:17 am
Print
header

કચ્છનો રૂ. 7 લાખની લાંચનો કેસ, CBI એ કસ્ટમ અધિકારી અને વચેટિયાને ઝડપીને 2 લાખ રૂપિયા રિકવર કર્યાં- Gujarat Post

કસ્ટમ અધિકારી નીતિન શર્મા અને વચેટિયા શુભમ શર્માની ધકપકડ

સર્ચ દરમિયાન નિવાસસ્થાનેથી મળ્યાં 9.50 લાખ રૂપિયા રોકડા

અનેક દસ્તાવેજો સીબીઆઇએ કર્યાં જપ્ત

કચ્છઃ ફરી એક વખત સીબીઆઇએ લાંચના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા મુંદ્રા કસ્ટમમાં ડોકએક્ઝામીનેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા અને હાલમાં જામનગરમાં ફરજ બજાવતા એક અધિકારીની સીબીઆઇએ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આ અધિકારીએ વેપારી પાસે 7 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી કોઇ વચેટિયા મારફતે કરી હતી, જે બાદ બંને આરોપીઓને 2 લાખ રૂપિયાની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

સીબીઆઇની મોટી કાર્યવાહી

લાંચકાંડમાં બે આરોપીઓની અટકાયત કરાઇ

ટૂંક સમયમાં સીબીઆઇ આપશે વધુ માહિતી

મુદ્રા પોર્ટ પર એક વેપારીનું કામ કરી આપવા અને તેને હેરાન ન કરવા માટે 7 લાખ રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી, જેમાંથી કેટલીક રકમ પહેલા લઇ લીધી હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ અધિકારી ફરીથી લાંચ લેવા જામનગરથી કચ્છ આવ્યાં ત્યારે જ સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી.

થોડા દિવસો પહેવા જ આ લાંચિયા અધિકારીની પ્રમોશન સાથે બદલી થઇ ગઇ છે તેમ છંતા તેઓ જૂની લાંચની રકમ બાકી હોવાથી બધુ કામ મુકીને લાંચ લેવા આવ્યાં અને સીબીઆઇએ તેમને ઝડપી લીધા હતા. સીબીઆઇની ટીમ ટૂંક સમયમાં જ આ મામલે માહિતી જાહેર કરશે.આ બનાવ પછી ફરી એક વખત કસ્ટમના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch