Mon,18 November 2024,9:46 am
Print
header

ટ્રાયડેન્ટ ઇન્ડિયા લીમીટેડનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલીને ગઠિયાએ રુપિયા 95 લાખ ટ્રાન્સફર કરી લીધા

વોડાફોનના મેનેજરે કંપનીની અરજી બાદ પણ ઝડપી કામગીરી ન કરતા કંપનીના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપડી ગયા, સાયબર ક્રાઇમમાં દાખલ થઇ ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) સ્થિત ટ્રાયડેન્ટ ઇન્ડિયા લીમીટેડ કંપની સાથે ગઠિયાએ મોટી છેતરપિંડી કરીને કંપનીના બેંક એકાઉન્ટમાંથી માત્ર બે દિવસમાં રૂપિયા 95 લાખની માતબર રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હોવાની ચોંકાવનારી ફરિયાદ સાયબર ક્રાઇમ (Cyber cell)માં નોંધવામાં આવી છે. આ કેસમાં આરોપીએ કંપનીનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલીને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.

કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા વિવેક પટેલે  ફરિયાદ નોંધાવી છે કે ટ્રાયડેન્ટ કંપનીનું કરંટ બેંક એકાઉન્ટ નુતન નાગરિક સહકારી બેંક (nutan nagarik bank)માં છે અને આ બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ છે.જેમાં બેંકમાં નાણાંકીય વ્યવહાર અંગે મેસેજ આવે છે. જો કે આ બેંક એકાઉન્ટમાં નેટ બેંકીગની સુવિદ્યા નહતી પણ કોરોનાને કારણે સમયસર બેંક ન જઇ શકાય તેમ હોવાને કારણે બેંકના મેનેજિંગ ડાયરેક્ટર જતીન પારેખે માર્ચ 2020થી ઇન્ટરનેટ બેંકિંગની સુવિદ્યા શરુ કરાવી હતી.  

કંપનીમાં નોકરી કરતા મીશ્રા નામની વ્યક્તિથી આ સુવિદ્યાનો ઉપયોગ કરતો હતો.જો કે તેમણે નોકરી છોડ્યાં પછી આ મોબાઇલ નંબર કંપનીમાં ફરજ બજાવતા ભાવિકાના નામે ટ્રાન્સફર કરવા માટે વોડાફોનને જાણ કરી હતી. ગત 26મી ડિસેમ્બરના રોજ મીશ્રાના ઇમેઇલ પર વોડાફોન તરફથી ઇ-મેઇલ આવ્યો હતો કે કંપનીનો બેંક સાથે સંકળાયેલો મોબાઇલ નંબર બદલવા માટેની પ્રોસેસ કરવામાં આવી રહી છે. ચાર કલાકમાં નવો નંબર એક્ટીવેટ થશે. જેથી કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમના દ્વારા મોબાઇલ નંબર બદલવાની અરજી કરવામાં આવી નહોતી. જેથી તાત્કાલિક અસરથી નંબર ન બદલાઇ તે માટે વોડફોનના વર્ચ્યૂયલ મેનેજર સાથે વાત કરી હતી. વોડાફોન દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નહોતી. અન્ય એક ઇમેઇલ વોડાફોન તરફથી આવ્યો હતો કે મોબાઇલ નંબર બદલી દેવામાં આવ્યાં છે. 

જેથી કંપનીએ ફરી ઇ-મેઇલ કરીને જુના મોબાઇલને એક્ટીવેટ કરવાની રજુઆત કરી હતી.તેમ છંતા કોઇ કામગીરી થઇ નહોતી. કંપનીએ છેવટે આકરી ભાષામાં વોડાફોનને પત્ર લખ્યો હતો.તેમનો મોબાઇલ નંબર બદલવાથી કંપનીના નાણાંકીય કામ પર અસર થઇ શકે તેમ છે. જેથી કંપનીને કોઇપણ નુકસાન જશે તો વોડાફોન (Vodafone)કંપની જવાબદાર રહેશે. બાદમાં કંપનીના અધિકારીઓ જ્યારે બેંક એકાઉન્ટની વિગતો તપાસી ત્યારે આંખો પહોળી થઇ ગઇ હતી કારણ કે તા. 27 થી 30 ડિસેમ્બર સુધીમાં કોઇ ગઠિયાએ રુપિયા 95 લાખ વિવિધ બેંકોમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેથી આ અંગે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસનો ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch