Mon,18 November 2024,9:51 am
Print
header

ટ્રાયડન્ટ ઇન્ડિયાનું ઇ-મેઇલ હેક કરીને રુ.95 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસને મળી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનીકલ સર્વેલન્સને આધારે બિહારના ગયા જિલ્લામાં  છુપાવેશે જઇને ગેંગના સાગરિતને ઝડપી લીધો

અમદાવાદઃ સાયબર ક્રાઇમ (ahmedabad cyber crime) ખાતે થોડા દિવસ પહેલા અમદાવાદ સ્થિત ટ્રાયડન્ટ ઇન્ડિયા લીમીટેડ કંપનીનું ઇ-મેઇલ હેક (email hack) કરીને ગઠીયાએ કંપની સાથે છેતરપિંડી કરી હતી. નૂતન નાગરિક સહકારી બેંકની લો ગાર્ડન  શાખા સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર (registerd mobile number) બદલીને  નેટ બેંકિગ મારફતે રુપિયા 95 લાખ ઓનલાઇન ઉઠાવી લીધાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે  બાબતે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એચ પુવાર અને તેમની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન મોબાઇલનું લોકેશન બિહારના ગયામાં હોવાનું જાણવા મળ્યું હતુ, જેને આધારે પીઆઇ એમ એચ પુવાર અને તેમની ટીમ છુપો વેશ ધારણ કરીને ગયા પહોંચી હતી, જ્યાં ટેકનીકલ સર્વેલન્સ  લોકેશનની માહિતીને આધારે ગયા પાસેને મુર્ગીયા ગામ ખાતે દરોડા પાડી ગુલશન તનીકસીંગ નામના 21 વર્ષના યુવકને પકડી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી મોટા પ્રમાણમાં સીમ કાર્ડ, (Sim card) મોબાઇલ ફોન અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. તેમજ અમદાવાદ ખાતેના ગુનામાં ઉપયોગમાં લેવાયેલો ફોન જપ્ત કર્યો હતો. જેને આધારે તેણે અનેક ગુનાઓેને અંજામ આપ્યો હતો. જો કે પોલીસ માની રહી છે કે આ ગેંગમાં અન્ય સાગરિતો પણ છે આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.    પોલીસે હાલ તેના ચાર દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ખાસ કરીને આરોપીએ આ નાણાં  વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં છે. તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની સાથે સમગ્ર દેશમાં પણ આ ગેંગ દ્વારા પધ્ધતિસરની છેતરપિંડીનું નેટવર્ક ચલાવ્યાંની આશંકા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch