કચ્છઃ ગુજરાતના કચ્છ દરિયાકાંઠે દિવસ દરમિયાન રચાયેલું ચક્રવાતી તોફાન અસના અહીં કોઈ મોટી અસર કર્યાં વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે સ્થાનિક વહીવટીતંત્રએ લગભગ 3,500 લોકોને સલામત સ્થળે ખસેડ્યાં હતા, ઝૂંપડા અને કાચા ઘરોમાં રહેતા લોકોને અન્ય ઇમારતોમાં આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું હતુ, જો કે હવે આ ખતરો ટળી ગયો છે.
ચક્રવાત દરિયામાં તરફ આગળ વધી ગયું છે અને ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, તેથી દરિયાકાંઠે થોડી જ અસર થઈ છે. થોડો વરસાદ અને પવનને બાદ કરતાં અહીં કોઈ અસર જોવા મળી નથી.
હવામાન વિભાગે ચેતવણી આપી હતી
ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે સાંજે જારી કરેલા અહેવાલમાં જણાવ્યું કે કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારો પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન અસના તીવ્ર બન્યું છે અને ભૂજથી લગભગ 190 કિમી પશ્ચિમમાં, સવારે 11:30 વાગ્યે લેન્ડફોલ કરશે. આ પ્રદેશ પરનું ડીપ ડિપ્રેશન શુક્રવાર સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ પછી અધિકારીઓએ લોકોને સલામત સ્થળે લઈ જવા માટે પગલાં લીધાં હતા.
પાકિસ્તાને નામ નક્કી કર્યું
IMDની ચેતવણી બાદ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટે એક વીડિયો સંદેશ જારી કરીને અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં રહેતા લોકોને તેમના ઝૂંપડા અને કચ્છના ઘરો છોડીને શાળાઓ અથવા અન્ય ઇમારતોમાં આશ્રય લેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યાં અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ વિશે વાત કરી હતી, જો ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થાય છે, તો તેનું નામ અસના રાખવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવું દુર્લભ
જમીન પરનું ઊંડું ડિપ્રેશન સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં ચક્રવાતનું નિર્માણ પણ દુર્લભ છે. IMD એ ચેતવણી આપી હતી કે આ સમયગાળા દરમિયાન દરિયાની સ્થિતિ ઉબડખાબડ હશે, જેમાં ગુજરાતના દરિયાકાંઠે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ વાવાઝોડું રાજસ્થાનથી શરૂ થયું હતું અને અરબી સમુદ્રમાં પહોંચ્યાક્ષ બાદ વધુ મજબૂત બન્યું હતું. હવે ઓમાન તરફ જઈ રહ્યું છે. જો કે, ત્યાં પહોંચતા પહેલા તે નબળું પડવાની પણ ધારણા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરી હેમંત સોરેન સરકાર, ઝારખંડમાં INDIA ગઠબંધનનો ચાલ્યો જાદુ - Gujarat Post | 2024-11-23 11:53:40
મહારાષ્ટ્રમાં મહાયુતિ જોરદાર જીત તરફ, શિવસેનાના સંજય રાઉતે કહ્યું- કઈંક તો ગડબડ છે- Gujarat Post | 2024-11-23 11:21:34
વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નક્કી ! જાણો કેટલા મતની છે લીડ- Gujarat Post | 2024-11-23 11:10:06
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, કોંગ્રસ આગળ | 2024-11-23 09:54:07
રાજકોટમાં ગેમિંગના વ્યસને 20 વર્ષના યુવકનો જીવ લઇ લીધો, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત | 2024-11-23 09:16:06
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટમાં છે મામલો | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? | 2024-11-22 11:30:39
ભારતની લાલ આંખ બાદ કેનેડા પડ્યું ઢીલું, પીએમ મોદીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-22 10:48:11
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55