Mon,18 November 2024,12:00 am
Print
header

Cyclone Tauktae એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મચાવી તબાહી, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રઃ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે.આ ભયંકર વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે.જ્યાંથી વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં અસંખ્ય મકાનોના છાપરા ઉડી ગયા છે અને વૃક્ષો ધરાશાયી થયા છે, જેને કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે સૌરાષ્ટ્રના દરેક ગામ, શહેરોમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે.

વાવાઝોડાના કારણે લોકોને મોટું નુકસાન થયું છે કોરોના કારણે વેપાર ધંધા બંધ છે ત્યાં આ નવી આફતથી લોકોની મુશ્કેલી વધી છે.

સૌરાષ્ટ્રમાંથી જ્યાં પણ વાવાઝોડું પસાર થયું ત્યાં મોટું નુકસાન થયું છે. ભાવનગરના મહુવામાં રાત્રે પવનના કારણે પેટ્રોલ પંપના પતરા ઉડ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch