Mon,18 November 2024,12:01 am
Print
header

વાવાઝોડામાં મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય, સ્થળાંતરિત લોકોને સરકાર આપશે કેશડોલ

કેન્દ્ર સરકારની રૂ. 2 લાખ,રાજ્ય સરકારની રૂ.4 લાખ સહાય, કુલ 6 લાખની સહાય

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું હતું. જેમાં સૌ પ્રથમ તૌકતે વાવાઝોડાની સ્થિતિનું અવલોકન અને ગુજરાતને આપેલા રાહત પેકેજ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્ય છે. સાથે નુકસાની પર કામગીરી અને અન્ય વ્યવસ્થા અંગે પણ જાણકારી આપી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, PM મોદીએ વાવાઝોડા બાદની સ્થિતિનું ઉંડાણપુર્વક અવલોકન કર્યુ છે. ગુજરાત સરકારની કામગીરી પર પીએમ મોદીએ સંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતને પ્રધાનમંત્રીએ હંમેશા ત્વરિત મદદ કરી છે.અને આ વખતે પણ 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે. ઈજાગ્રસ્તોને 50 હજાર, મૃતકોના પરિવારને કેંદ્ર સરકાર તરફથી 2 લાખ સહાય અને રાજ્ય સરકાર 4 લાખ રૂપિયા મૃતકના પરિવારને આપશે. આમ એક પરિવારને 6 લાખ રૂપિયાની કુલ સહાય મળશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જે લોકોને સ્થળાંતરીત થવું પડ્યું છે અને પોતાની રોજી ગુમાવવી પડી છે તેમને કેશડોલ આપવામાં આવશે. જેમાં મોટા લોકોને 100 અને બાળકો માટે રૂ.60 કેશડોલની ચૂકવણી થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch