Sun,17 November 2024,11:54 pm
Print
header

તૌકતે વાવાઝોડાથી રાજ્યમાં 45 લોકોનાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે રોકડ અને ઘરવખરી

ગાંધીનગરઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાય ચૂકવાની જાહેરાત કરી છે. વાવાઝોડાને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. કાચા મકાનો અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કાચા મકાનો અને ઝુંપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા છે તેમને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરશે.

દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટુકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે. નોંધનિય છે કે રાજ્યમાં વાવાઝોડાને કારણે મોતનો આંકડો વધીને 45 થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch