Fri,15 November 2024,11:04 pm
Print
header

માથામાં ઈજાના કારણે સાયરસ મિસ્ત્રીનું થયું મોત, જાણો પ્રત્યક્ષદર્શી અને ડોક્ટરોએ શું કહ્યું ? Gujarat Post

(અકસ્માત બાદ કારની આવી હાલત થઈ ગઈ)

પીએમ મોદી સહિત અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો

કાર ચલાવતી મહિલા જાણીતી ગાયનેકોલોજિસ્ટ

મુંબઈઃ ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ કાર ખૂબ જ ઝડપથી  જઈ રહી હતી. કાર ડિવાઈડર સાથે અથડાતાં પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને તેમના સહ-મુસાફર જહાંગીર પંડોલે બંનેના મોત થયા હતા. બંનેએ સીટ બેલ્ટ પહેર્યાં ન હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.તે સમયે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતા.

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, "કાર એક મહિલા ચલાવી રહી હતી, જેણે ડાબી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિયંત્રણ ગુમાવ્યું હતું અને ડિવાઈડર સાથે અથડાઈ હતી." અધિકારીએ જણાવ્યું કે મિસ્ત્રી અને જહાંગીર પાછળની સીટ પર હતા. બાળાસાહેબ પાટીલે જણાવ્યું કે ડેરિયસ અને અનાહિતાને વધુ સારવાર માટે ગુજરાતના વાપીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અનાહિતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારા મિસ્ત્રી અને જહાંગીર પંડોલેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાસા ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે રાજ્ય પોલીસને માર્ગ અકસ્માતની વિગતવાર તપાસ કરવા જણાવ્યું છે. સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ એ તેમના પ્રભાવશાળી પરિવાર માટે થોડા મહિનામાં બીજો મોટો ફટકો છે. તેમના પિતા અને પીઢ ઉદ્યોગપતિ શાપૂરજી પાલોનજીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું.

ડોકટરે કહ્યું, સાયરસ મિસ્ત્રીના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જહાંગીરના પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ થઈ હતી.પાલઘર એસપીએ કહ્યું, ઓવરસ્પીડને કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું અને આ અકસ્માત થયો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch