Fri,15 November 2024,1:27 pm
Print
header

DMKનો ચૂંટણી ઢંઢેરો: રાજીવ ગાંધી હત્યા કેસનાં કેદીઓને છોડાવીશું

તામિલનાડુમાં લોકસભા ચૂંટણી માટે DMKએ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને જેમાં એમ કહેવામાં આવ્યુ છે કે, આગામી લોકસભામાં તેમને જીતાડવામાં આવશે તો, પર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સજા પામેલા અને હાલમાં જેલમાં રહેલા કેદીઓને છોડવવા માટે પ્રયાસ કરશે.

રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી, જેલમાં સજા ભોગવી રહેલા લોકોને છોડાવવા તમામ પ્રયાસો કરશે. રાજીવ ગાંધી હત્યા કેસમાં આ કેદીઓ 27 વર્ષથી જેલમાં કેદ છે. ડી.એમ.કે પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરોમાં એવું પણ વચન આપ્યું છે કે, વિદ્યાર્થીઓની લોનને પણ માફ કરશે.

આ સિવાય, ડી.એમ.કે પાર્ટીએ એવું પણ કહ્યું કે, રાજ્ય સરકારનાં કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પાછી લાવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ બંનેને સમાવી લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ડી.એમ. કેએ એવુ પણ કહ્યું કે, એલ.પી.જી ગેસ, પેટ્રોલ અને ડિઝલનાં ભાવને કન્ટ્રોલમાં રાખવા માટેની વ્યવસ્થા પણ કરશે.

આ ચૂંટણી ઢંઢેરામાં અવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, જો તેઓ રાજ્યમાં ચૂંટણી જીતશે તો ગરીબોનાં ખાતામાં સીધા પૈસા જમા થાય છે તે વ્યવસ્થા દૂર કરવામા આવશે અને રાંધણ ગેસનાં સિલીન્ડરનો ભાવ ઘટાડશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar