Sat,16 November 2024,6:17 am
Print
header

દાહોદઃ ખરોદામાં માતાએ બે બાળકોને કૂવામાં નાખી પોતે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું - Gujarat Post

દાહોદઃ ખરોદા ગામમાં એક મહિલાએ બે બાળકોને કૂવામાં નાખીને ઝાડ પર ગળાફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.મહિલાએ કયા કારણસરથી આ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. ગામમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થતા ગામમાં ચિંતા ફેલાઇ ગઇ છે.

ખરોદા ગામમાં 33 વર્ષીય મહિલા કાળીબેનના લગ્ન અરવિંદભાઈ દીપાભાઈ ભાભોર સાથે વર્ષ 2008 માં થયા હતા. અરવિંદભાઈ ભાભોરને 5 સંતાનો છે, પત્ની કાળીબેન, પુત્ર વજેસિંગ (ઉ.વ 10) તથા પુત્રી આરતી (ઉ.વ 6) ઘરે જોવા ન મળતા પતિએ શોધખોળ કરી હતી.બાદમાં પત્ની કાળીબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતા. છોકરો અને છોકરી માતાએ જ્યા ફાંસો ખાધો હતો, તે આંબાના ઝાડની બાજુના કૂવામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યાં હતા.

રાત્રે 11 વાગ્યાની આસપાસ અરવિંદભાઈ તેમના જૂના ઘરે એકલા સૂઈ રહ્યાં હતા. તેમની પત્ની કાળીબેન, 5 સંતાનો અને તેમના ભાઈની પત્ની હંસાબેન તથા તેના બાળક સાથે નવા ઘરે સૂઇ ગયા હતાં. સવારે નાનો દીકરો આર્યન (ઉ.વ 6) રડતો રડતો અરવિંદભાઈ પાસે આવીને કહ્યું કે મને મારી મા પાસે લઈ જાવ.આર્યનને લઈને તે નવા ઘરે જઇને જોયું તો કાળી બેન ઘરે ન હતા. આસપાસ જોતા આંબાના ઝાડ પાસે ગયા હતા ત્યાં પત્ની કાળીબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તપાસ કરતા દીકરો વજેસીંગ અને દીકરી આરતી  આંબાના ઝાડની બાજુમાં આવેલા કૂવામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના સ્થળે જઇને પોલીસે તપાસ હાથ ધરી છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch