Mon,18 November 2024,4:04 am
Print
header

કોરોનાનું આ સત્ય છે ! રાજકોટમાં કોરોનાનો કાળો કહેર, સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાગી લાઈન

રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં સતત વધી રહેલા સંક્રમણના કારણે ડેથ રેટમાં પણ વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં મૃત્યું દરમાં વધારો થયો છે. જિલ્લામાં કોરોનાથી વધુ 13 લોકોના મોત થયા છે. શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લામાં આજે 13ના મૃત્યુ થયા છે. સંક્રમણના કારણે વધતા ડેથ રેટના કારણે હાલ રાજકોટ સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઈન જોવા મળી રહી છે. સ્મશાનગૃહમાં હાલ બે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે બહાર વેઇટિંગમાં પડ્યાં છે. કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્મશાન ગૃહ લાવવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસમા મૃત્યુદરમાં વધારો થયો છે.

રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાંથી વધુ 13 દર્દીઓના મૃત્યું થયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હૉસ્પિટલમાં સારવાર લેતા 13 દર્દીઓના મૃત્યું થયા છે. જો કે દર્દીઓના મોતનું સાચું કારણ ડેથ ઓડિટ રિપોર્ટ બાદ જ સામે આવશે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ રામનાથપરા સ્મશાનમાં કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા સામે આવ્યાં છે. જે મુજબ માત્ર એક સ્મશાનમાં જ અંતિમ વિધિની પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનામાં 70 લોકોની અંતિમ વિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે. તો ફેબ્રુઆરી મહિનામાં 31 લોકોની અંતિમ વિધિ કરાઈ છે. માર્ચમાં 86 લોકોની અંતિમ વિધિ કરાઈ છે. તો 29 માર્ચે 8 લોકોની અંતિમવિધિ કરવામાં આવી છે. માર્ચ 30ના 8 ની અંતિમ વિધિ કરાઈ છે. ચાલુ એપ્રિલ માસમાં કોરોનાથી સંક્રમિત મૃતક 14 લોકોની અંતિમ વિધિ કરાઇ છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના (Gujarat Corona)નું સંક્રમણ વધતા કેન્દ્ર સરકાર (Central Government) પણ હરકતમાં આવી ગઈ છે. ગુજરાતમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact Tracing) વધારવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે. સંક્રમિતના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 30 લોકોનું ટ્રેસિંગ કરવાની સુચના અપાઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch