Sun,30 June 2024,9:26 pm
Print
header

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 ની છત ધરાશાયી થતાં અનેક કાર દટાઈ, એક વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-1 પરની છત તૂટી પડી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટના ટર્મિનલ-1 પર સવારે લગભગ 5.30 વાગ્યે છત તૂટી પડવાની માહિતી મળી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે જણાવ્યું કે આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. છત ધરાશાયી થવાને કારણે કેટલીક કારોને પણ નુકસાન થયું છે. જે વીડિયો સામે આવ્યો છે તેને જોતા લાગે છે કે છત પડી જવાને કારણે કાર સપાટ થઈ ગઈ છે.

છત ધરાશાયી થવાથી અનેક લોકો ઘાયલ થયા છે

એરપોર્ટ પર છત તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. તેમાંથી એકનું મોત થયું છે. એરપોર્ટ પર ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. ઘાયલ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. છત ધરાશાયી થતાં કારને નુકસાન થયું હતું. એક વ્યક્તિ અંદર ફસાઇ ગઈ છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઘાયલો મુસાફરો છે કે એરપોર્ટ કર્મચારી.

દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે

આજે વહેલી સવારથી દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ છે જેના કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી અને NCRમાં શુક્રવારે વહેલી સવારે વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે સતત વરસાદ થયો હતો. IMD એ આગામી સાત દિવસ માટે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે. 29 જૂને હવામાન થોડું ઠંડુ રહેવાની ધારણા છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 30 જૂને મધ્યમથી ભારે વરસાદ પડશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch