Fri,20 September 2024,3:43 am
Print
header

અમેરિકાના ટોર્નેડોએ મચાવી તબાહી...11 લોકોનાં મોત, કરોડો ડોલરનું નુકસાન

ટેક્સાસઃ અમેરિકાના અનેક રાજ્યોમાં ટોર્નેડોએ તબાહી મચાવી છે. ટેક્સાસ, ઓક્લાહોમા અને અર્કાંસસમાં ટોર્નેડોએ વિનાશ વેર્યો છે અને 11 લોકોનાં મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. ટોર્નેડોએ ઘણી ઇમારતો, પાવર, ગેસ લાઇનો અને ઇંધણ સ્ટેશનને નુકસાન કર્યું છે.

સ્થાનિક સમય મુજબ શનિવારે રાત્રે તે રાજ્યોમાં ભારે તોફાન આવ્યું જ્યાં તાપમાન ખૂબ વધારે છે. ટેક્સાસની કૂક કાઉન્ટી, ડલ્લાસની ઉત્તરે અને ડેન્ટન કાઉન્ટી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ હતા, જ્યાં 7 લોકોનાં મોત થયા છે. અધિકારીઓના કહેવા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે અને તેઓ બચી ગયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

અનેક ઇંધણ સ્ટેશનો બંધ પડી ગયા છે. ઓક્લાહોમામાં મેયસ કાઉન્ટીમાં બે લોકોનાં મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. અર્કાંસસમાં બે લોકોમા મોત થયા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જે તેના જર્જરિત ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

અર્કાંસસના રોજર્સ શહેરમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટોર્નેડોના કારણે વૃક્ષો અને પાવર લાઈનો ધરાશાયી થયા છે. ફસાયેલા ઘણા લોકોને બચાવવાની કામગીરી હાથધરી છે. ટોર્નેડોએ સમગ્ર ટેક્સાસમાં સપાટી પરના ટ્રાફિકને પણ અસર કરી હતી. મુખ્ય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યાં હતા, કેટલાક થાંભલાઓ ઉખડી જતા વીજળી ગુલ થઇ ગઇ છે. ત્રણ રાજ્યોમાં વિનાશ પછી રવિવારે મિઝોરી, ઇલિનોઇસ, કેન્ટુકી, ઓહિયો અને ટેનેસીમાં હજુ ખતરો હોવાની ચેતવણી અપાઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch