Sat,16 November 2024,2:10 pm
Print
header

કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેકશનની આશંકા ! રાજકોટમાં માલધારી સમાજની રેલી પર લાઠી ચાર્જ – Gujarat Post

(મૃતક કિશન ભરવાડની ફાઇલ તસવીર)

પાકિસ્તાન કનેકશનની સાથે સ્લીપર સેલ એક્ટિવ થયાની આશંકા

અમદાવાદમાં માલધારી સમાજે કલેકટર ઓફિસે આવેદન પત્ર આપ્યું

રાજકોટમાં પોલીસકર્મી રિવોલ્વર કાઢી દેખાવકારો પાછળ દોડ્યાં

ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ

અમદાવાદઃ ધંધૂકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યાના ગુજરાત સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા, અજીમ સમા, વસીમ બચા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરાઇ છે. આરોપીઓ પાકિસ્તાની સંગઠનના સંપર્કમાં હોવાની આશંકા છે અને તેની તપાસ થઇ રહી છે. જો કે હજુ સુધી કોઇ ઠોર પુરાવા મળ્યાં નથી.

અમદાવાદ માલધારી સમાજે કલેકટર ઓફિસે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. માલધારી સમાજના લોકોએ રોષ સાથે કલેક્ટરને કિશન ભરવાડની હત્યા મામલે તપાસ કરીને આરોપીઓને ફાંસીની સજા આપવા રજૂઆત કરી હતી. રાજકોટમાં માલધારી સમાજ- હિન્દુ સંગઠનોની રેલી હિંસક બની હતી. દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી.એક પોલીસકર્મી રિવોલ્વર કાઢીને દેખાવકારો પાછળ દોડ્યા હતા.

કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કેટલાક યુવાનોના બ્રેઇન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં એક પછી એક મૌલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યાં હોવાનું એજન્સીઓનું માનવું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch