Sun,17 November 2024,1:19 pm
Print
header

ગુજરાત માટે ગૌરવ: ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરાયો

કચ્છઃ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઇટને પણ સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે.અગાઉ યુનેસ્કો દ્વારા દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું આ મંદિર તેલંગાણામાં આવેલું છે જે મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું છે.

આજથી 5000 વર્ષ પ્રાચીન હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site)માં સમાવવાની તમામ ઔપચારિતાઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તેની સત્તાવાર જાહેરાત બાકી હતી જે આજે કરી દેવાય છે.

અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી હતી. 1990માં ખોદકામ દરમિયાન કચ્છમાંથી આ અવશેષો મળી આવ્યાં હતા. આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch