Tue,17 September 2024,4:58 pm
Print
header

અશ્લિલ ડાન્સ દરમિયાન દરોડા...દીવની હોટલમાં મહિલાઓ સાથે પાર્ટી કરતાં ભાવનગરના ભાજપ નેતાઓને પોલીસે ઝડપી લીધા

દીવ ભાજપના પૂર્વ પ્રમુખની હોટલમાં અશ્લિલ ડાન્સ ચાલતો હતો ત્યારે જ પોલીસ ત્રાટકી

દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપીન શાહની હોટલ તુલીપમાં દારૂની મેહીફલ સાથે અશ્લિલ ડાન્સ થઈ રહ્યો હોવાની માહિતી મળ્યાં બાદ પોલીસે રેડ કરી

Crime News: દીવમાં ભાજપના પૂર્વ પ્રમુખની હોટલમાં દારૂ પીને ઝૂમી રહેલા 19 લોકો પકડાયા છે, જેમાં 8 મહિલાઓ, 10 પુરુષો અને એક ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરાઇ છે. ઝડપાયેલા લોકોમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા ભાજપના નેતાઓ છે.

દીવમાં આવેલી હોટેલ તુલિપમાં ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂપિયા ઉડાડીને રંગરેલિયા મનાવતાં નેતાઓ પોલીસની ઝપેટમાં આવી ગયા છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા, મહુવા નગરપાલિકાના ભાજપના નગરસેવક, અન્ય એક નગરસેવકના પિતા, મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, જેસરના પૂર્વ સરપંચ  પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દારૂ, બિયર તથા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ઝડપાયેલાં આરોપીઓમાં કિરણ લિંબાભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણાનો સાળો તથા મહુવા નગરપાલિકામાં વોર્ડ નં.7 નો ભાજપનો નગરસેવક હોવાનું સામે આવ્યું છે. હિંમત ચકરભાઈ મકવાણા અને જેસરના પૂર્વ સરપંચ રાજા નાગજીભાઈ ઝાલા પણ આ મહેફિલમાંથી ઝડપાયા છે.

હોટેલમાંથી ઝડપાયેલાં આરોપીઓ  

- સિકંદર સલિમભાઈ કુરેશી (રાબેરી રોડ, દીવ)
- મુકેશ અમરસિંઘ સોલંકી (મચ્છીવાડા, દીવ)
- કિરણ લિંબાભાઈ રાઠોડ(મહુવા,જિ.ભાવનગર)
- અરૂણ રેવાશંકર જોષી (મહુવા, જિ.ભાવનગર)
- રાજા નાગજીભાઈ ઝાલા (જેસર, જિ.ભાવનગર)
- અકિલ અનિશહુસૈન નકવી( મહુવા, જિ.ભાવનગર)
- ભાવેશ અકાભાઈ પરમાર(મહુવા,જિ.ભાવનગર)
- હિંમત ચકરભાઈ મકવાણા (મહુવા, જિ.ભાવનગર)
- હિતેષ વલ્લભભાઈ આહીર (મહુવા, જિ.ભાવનગર)
- મનોજ શામજીભાઈ કાપડિયા (રણછોડનગર, રાજકોટ)
- ઈરફાન હરિફભાઈ શેખ (શાંતિનગર ચોક, રાજકોટ)

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch