Thu,31 October 2024,1:57 pm
Print
header

UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત

લખનઉઃ બદાયુંના મુઝરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેરઠ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે મુઝરિયા ગામ પાસે ટ્રેક્ટર સાથે અથડાતાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા છ લોકોનાં મોત થઇ ગયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા છે. પાછળથી આવતી કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ટેમ્પોમાં સવાર લોકો નોઈડામાં કામ કરતા હતા. આ તમામ લોકો દિવાળી મનાવવા માટે ટેમ્પો બુક કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા. તેઓનો ટેમ્પો સવારે 7 વાગ્યે મુઝરિયા ગામ પાસે પહોંચ્યો હતો, ત્યારે હાઈવે પર રોંગ સાઇડમાં આવેલા ટ્રેક્ટરે ટક્કર મારી હતી. દરમિયાન પાછળથી આવતી કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી.

ટ્રેક્ટર સાથે અથડાતા ટેમ્પોના ટુકડા થઈ ગયા હતા. ચીસોનો અવાજ આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તમામ ઘાયલોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં છ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતા જ ડીએમ અને એસએસપી હોસ્પિટલ પહોંચ્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar