Fri,15 November 2024,8:10 am
Print
header

અતિક અહેમદના 15 સ્થળોએ દરોડા, 75 લાખ રોકડા, 200 બેંક ખાતા સહિત EDને મળી આ વસ્તુઓ- Gujarat Post

(Photo: ANI)

પ્રયાગરાજઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત માફિયા અતિક અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.EDએ અતિકના 15 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન ચલાવીને લગભગ 75 લાખની કિંમતનું દેશી અને વિદેશી ચલણ જપ્ત કર્યું છે. કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. આ તમામ જમીનો અતિક અહેમદની બેનામી સંપત્તિ છે અને તે ગુના દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

ઈડી અને ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે અતિક અહેમદ દ્વારા બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ અને પ્રોપર્ટી ડીલરોના કાળા નાણાંને વ્હાઇટ નાણાંમાં ફેરવી દીધું છે. અતિક અને તેના નજીકના લોકો પાસેથી ઘણી જમીનોની રજિસ્ટ્રી અને કંપનીઓના દસ્તાવેજો મળી આવ્યાં છે. અતિકે તેના નજીકના લોકોના નામે કરોડો રૂપિયાની કિંમતની જમીન મેળવી છે. કંપનીઓના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું કે અતિકના સંબંધીઓ કંપનીઓમાં એમડીથી લઈને ડિરેક્ટર સુધીના છે.

કંપનીના એક દસ્તાવેજમાં અતિકની પત્ની શાઈસ્તા પરવીન અને મોટો પુત્ર ઉમર ડાયરેક્ટર છે. તેમજ આ તપાસમાં અતિકના સ્થળો પરથી 55 કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મળ્યાં છે. આ સંદર્ભે EDના અધિકારીઓએ અતિકના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી. જેમાં ખબર પડી કે આ તમામ કંપનીઓ ડમી છે. તેમાં અલગ-અલગ લોકોનું રોકાણ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch