Sat,16 November 2024,12:23 am
Print
header

મોંઘવારીનો વધુ એક માર, LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો - Gujarat Post

આમ આદમીને લાગ્યો મોંઘવારીનો વધુ એક ઝટકો

ઘરેલુ રાંધણ ગેસની બોટલમાં 50 રૂપિયાનો વધારો

નવી કિંમત આજથી થઈ લાગું

નવી દિલ્હીઃ મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે. પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

આ સિવાય પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હવે પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જો કે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

દેશના ચાર મોટા શહેરોમાં નવો ભાવ આ પ્રમાણે છે.

દિલ્હી - રૂ. 1053

કોલકાતા - રૂ. 1079

મુંબઈ- રૂ. 1052.50

ચેન્નાઈ - રૂ-1068.50

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch