Tue,17 September 2024,1:52 am
Print
header

મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો, 200થી વધુ લોકોનાં મોત

નાયપીડાવઃ રોહિંગ્યાઓને લઈને મ્યાનમારથી ફરી એકવાર એક દર્દનાક સમાચાર સામે આવ્યાં છે. દેશ છોડીને બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 200થી વધુ લોકોનાં મોત થયા છે. જેમાં મહિલાઓ, બાળકોનો પણ સમાવેશ થાય છે. લોકો તેમના પ્રિયજનોની શોધમાં મૃતદેહોના ઢગલા ફેરવતા જોવા મળ્યાં હતા. સોમવારે થયેલા ડ્રોન હુમલાનો ઉલ્લેખ કરતા રાજદ્વારીએ કહ્યું કે આ હુમલો પાડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર થયો હતો.

રખાઈન રાજ્યમાં તેને સૌથી ઘાતક હુમલો ગણાવતા અધિકારીઓએ જણાવ્યું કે એક હુમલામાં ગર્ભવતી મહિલા અને તેની 2 વર્ષની પુત્રીનું પણ મોત થયું છે. આ હુમલા માટે મલેશિયા અને મ્યાનમારની સેનાએ એકબીજા પર આરોપ લગાવ્યો છે. આરોપ છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો બાંગ્લાદેશ સરહદ પાર કરવાની રાહ જોઈ રહ્યાં હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કાદવવાળી જમીન પર મૃતદેહોના ઢગલા વેરવિખેર જોવા મળે છે અને તેમની સુટકેસ અને અન્ય સામાન તેમની આસપાસ પડેલા દેખાય છે. ત્રણ બચી ગયેલા લોકોએ કહ્યું કે 200 થી વધુ લોકો માર્યાં ગયા છે. આ હુમલો મ્યાનમારના દરિયાકાંઠાના શહેર મંગડાની બહાર થયો હતો. એક સાક્ષીએ જણાવ્યું કે તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી હુમલામાં ઘાયલ થયા હતા અને બાદમાં મૃત્યું પામ્યા હતા. જ્યારે ડ્રોને ભીડ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે તેમની સાથે બીચ પર ઊભો હતો.

રોહિંગ્યા મુસ્લિમો કોણ છે ?

રોહિંગ્યા મુસ્લિમો અને મ્યાનમારના બહુમતી બૌદ્ધ સમુદાય વચ્ચે 1948માં મ્યાનમારની આઝાદી બાદથી વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમો 16મી સદીથી રખાઈન રાજ્યમાં રહે છે, જેને અરાકાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે મ્યાનમારમાં બ્રિટિશ શાસન હતું. જ્યારે પ્રથમ એંગ્લો-બર્મીઝ યુદ્ધ 1826 માં સમાપ્ત થયું, ત્યારે અરકાન પર બ્રિટિશ શાસન સ્થાપિત થયું.

આ સમયગાળા દરમિયાન અંગ્રેજ શાસકોએ બાંગ્લાદેશથી મજૂરોને અરાકાનમાં લાવવાનું શરૂ કર્યું. આ રીતે પાડોશી દેશ બાંગ્લાદેશથી મ્યાનમારના રખાઈનમાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે આ એ જ લોકો હતા જેઓ બાંગ્લાદેશથી રખાઈનમાં સ્થાયી થયા હતા અને આજે તેઓ રોહિંગ્યા મુસ્લિમો તરીકે ઓળખાય છે. રોહિંગ્યાઓની વધતી સંખ્યાને જોઈને મ્યાનમારની જનરલ ને વિનની સરકારે 1982માં બર્માના રાષ્ટ્રીય કાયદાને અમલમાં મૂક્યો. આ કાયદા હેઠળ રોહિંગ્યા મુસ્લિમોની નાગરિકતા નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી આ રોહિંગ્યા મુસ્લિમો ઘણા દેશોમાં તેમના અસ્તિત્વ માટે લડી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch