Thu,14 November 2024,11:37 pm
Print
header

વાવાઝોડાથી આજે રાજ્યના આ વિસ્તારોને ઘમરોળશે વરસાદ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત પર તોળાતા વાવાઝોડાના ખતરા વચ્ચે થોડા રાહતના સમાચાર છે. વેધર એજન્સી સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડું થોડું નબળું પડ્યું છે અને માંડવીથી કરાંચી વચ્ચે લેન્ડફોલ કરશે, વાવાઝોડુ ગુરુવારે બપોર બાદ ટકરાશે દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે. વૃક્ષો ધરાશાયી થઇ રહ્યાં છે અને વીજપોલને નુકસાન પણ થયું છે.

વાવાઝોડાને લઈને ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રના મુંબઈમાં દરિયામાં ઊંડા મોજા ઉછળી રહ્યાં છે. આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.

આજે જામનગર, પોરબંદર, મોરબી, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. આજે દ્વારકા, પોરબંદર, કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ 85 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch