Sun,17 November 2024,11:51 pm
Print
header

વાવાઝોડાથી રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા ચાર કલાકથી મોટા ભાગના તાલુકાઓમાં વરસાદે ખમૈયા કર્યા છે.

ખેડાના નડિયાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 226 એમએમ, ઉનામાં 185 એમએમ, ભાવનગરમાં 177 એમએમ, મહુધામાં 164 એમએમ, આણંદમાં 163 એમએમ, ઉમરગામમાં 159 એમએમ, માતરમાં 152 એમએમ,પારડીમાં 148 એમએમ, ખંભાતમાં 143 એમએમ, ખેડામાં 130 એમએમ, તારાપુરમાં 128 એમએમ, વસોમાં 127 એમએમ, સુરત સિટીમાં 125 એમએમ, ઓલપાડમાં 118 એમએમ વરસાદ નોંધાયો છે.વાવાઝોડાથી અસરગ્રસ્ત  જિલ્લાઓમાં આજથી યુદ્ધના ધોરણે રાહત અને  સર્વેક્ષણની કામગીરી શરૂ કરાશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. અસરગ્રસ્તોને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch