Fri,01 November 2024,4:52 pm
Print
header

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને પત્ર લખીને માંગ્યો ખુલાસો- Gujarat Post

(ફાઇલ ફોટો)

ઈસીઆઈએ ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને ગુજરાત ચૂંટણીને લઇને માંગ્યો જવાબ 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત નજી છે તેમ છંતા અધિકારીઓની બદલીઓનો દૌર યથાવત છે. જેનાથી ચૂંટણી પંચ નારાજ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને પત્ર લખીને ગુજરાતમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ અંગે જવાબ માગ્યો છે, બદલીઓને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલી માહિતી અત્યાર સુધી કેમ આપવામાં આવી નથી ? તેનો ખુલાસો માંગ્યો છે. ભાજપ સરકાર દ્વારા માનીતા અધિકારીઓને જોઇતી જગ્યાએ બદલીઓ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

શુક્રવારે રાજ્યમાં 76 ડીવાયએસપીની અને 24  મામલતદારોની બદલી કરવામાં આવી છે. DEOની પણ બદલી કરાઇ છે, અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીઓ કરાઇ હતી. 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલીઓ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch