Sat,16 November 2024,1:02 am
Print
header

ED એ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની કરી ધરપકડ- Gujarat Post

(મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે)

મુંબઈઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઇ છે. સંજય પાંડે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કર્મચારીઓના ફોન ટેપિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા. બાદમાં તેમની ધરપકડ કરાઇ છે.

સંજય પાંડે 1986 બેચના IPS અધિકારી છે. તેઓ 30 જૂને નિવૃત્ત થયા હતા. મુંબઈ પોલીસ કમિશનર તરીકેના તેમના ચાર મહિનાના કાર્યકાળ પહેલાં તેમણે મહારાષ્ટ્રના કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી. તેમના પર 2009-17 વચ્ચે NSE કર્મચારીઓના ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગનો આરોપ છે, જેમાં 'Isek Securities Private Limited' નામની કંપની કથિત રીતે સામેલ છે.

સંજય પાંડે કંપનીના કામકાજ અને પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ કંપનીએ NSEનું સિક્યુરિટી ઓડિટ કર્યું હતું. સંજય પાંડેને માર્ચ 2001માં આઇસેક સિક્યોરિટીઝ કંપનીમાં સામેલ કરવામાં આવ્યાં હતા, તેમણે મે 2006માં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેના પુત્ર અને માતાએ કંપની સંભાળી લીધી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કથિત ગેરકાયદે ટેપિંગ માટે કંપનીને 4.45 કરોડ રૂપિયા મળ્યાં હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે કંપનીએ ટેપ કરેલી વાતચીતની લેખિત નકલ સ્ટોક એક્સચેન્જના વરિષ્ઠ મેનેજમેન્ટને પણ આપી હતી.

સીબીઆઈએ કહ્યું કે સંજય પાંડે, ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને પૂર્વ પ્રધાન અનિલ દેશમુખની 100 કરોડ રૂપિયાની ખંડણીના આરોપમાં પૂછપરછ કરી હતી. NSE કર્મચારીઓના કથિત ફોન ટેપિંગ મામલે CBI અને ED બંનેએ સંજય પાંડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch