Fri,15 November 2024,11:19 pm
Print
header

દિલ્હી સરકારની દારૂ નીતિ કેસમાં એક સાથે અનેક સ્થળોએ EDનાં દરોડા– Gujarat Post

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારની દારૂ નીતિ કેસમાં એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા સહિત મહારાષ્ટ્રમાં EDના અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસી સવાલોના ઘેરામાં છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં સીબીઆઈ મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરની તપાસ કરી ચૂકી છે. હવે આ મામલે EDએ કાર્યવાહી કરી છે. ઈડીએ સીબીઆઈ પાસેથી કેસ સાથે સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે દિલ્હી સરકારના કથિત ભ્રષ્ટાચારને લઈને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો. પાર્ટીના નેતા સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે સ્ટિંગમાં દારૂના વેપારી સની મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ મનીષ સિસોદિયાને સીધા પૈસા મોકલતો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch