Fri,15 November 2024,7:41 am
Print
header

દરોડા બાદ હવે BBCની વધી મુશ્કેલીઓ, ED એ ફેમા હેઠળ નોંધ્યો કેસ- Gujarat Post

નવી દિલ્હીઃ બીબીસી ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) વિદેશી ફંડિંગ કેસમાં BBC ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. EDએ બીબીસી ઈન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કાર્યવાહી કરી છે.

સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર તપાસ એજન્સીએ ફેમાની જોગવાઈઓ હેઠળ બીબીસીના કેટલાક અધિકારીઓ પાસેથી દસ્તાવેજો અને નિવેદનોનું રેકોર્ડિંગ માંગ્યું છે. ED દ્વારા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ઉલ્લંઘનની તપાસ થઇ હતી.

થોડા મહિના પહેલા બીબીસી ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદમાં ફસાઈ ગઈ હતી. જેમાં રમખાણો માટે મોદીને જવાબદાર ઠેરવ્યાં હતા. કેન્દ્ર સરકારે ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

આવકવેરા વિભાગે આ વર્ષે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં સર્ચ હાથ ધર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અને આવકવેરા સત્તાવાળાઓએ કહ્યું હતું કે બીબીસી જૂથની વિવિધ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં તેમની કામગીરીના સ્કેલને અનુરૂપ નથી.અધિકારીઓએ એમ પણ કહ્યું કે બીબીસી ઈન્ડિયા દ્વારા ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch