Sun,17 November 2024,6:52 pm
Print
header

કોંગ્રેસના સ્વ.નેતા અહેમદ પટેલના જમાઇની પ્રોપર્ટી સીઝ કરતું ED, જાણો કયા કેસમાં થઇ કાર્યવાહી ?

મુંબઇઃ વડોદરાનું સાંડેસરા બંધુઓનું 16 હજાર કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ ફરીથી ચર્ચામાં આવ્યું છે આ કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરીને કોંગ્રેસના સ્વ.નેતા અહેમદ પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દીકીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેની સાથે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા, સંજય ખાન અને ડીજે અકીલની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

સાંડેસરા ગ્રુપ મની લોન્ડ્રિંગ કેસમાં EDએ કાર્યવાહી કરીને હાલમાં 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે આ સંપત્તિઓમાં 3 લક્ઝુરિયર્સ કાર, બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યૂઅલ ફંડનો સમાવેશ થાય છે. સંજય ખાનની 3 કરોડ, ડીનો મોરિયાની 1.4 કરોડ, અકીલ બચુલીની 1.98 કરોડ અને અહેમદ પટેલના જમાઈ સિદ્દીકીની 2.41 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

સાંડેસરા ગ્રુપ સામે 16 હજાર કરોડની બેંક છેતરપિંડીનો કેસ છે અને આ કેસમાં કોંગ્રેસના દિગ્ગજ સ્વ. નેતા અહેમદ પટેલની પણ ઇડીએ અનેક વખત પૂછપરછ કરી હતી. હવે આ કેસમાં સીબીઆઇ અને ઇડી બંને એજન્સીઓએ તપાસ ઝડપી બનાવી છે. 

ડિનો મોરિયાનો ફાઇલ ફોટો 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch