Thu,21 November 2024,3:56 pm
Print
header

ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી

અંદાજે 100 કરોડ રૂપિયાની હેરાફેરીનો કેસ

અમદાવાદ અને સુરતમાં પણ તપાસનો ધમધમાટ

અનેક કૌભાંડીઓની ધરપકડની શક્યતા

સુરતઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં દરોડા પાડ્યાં છે, માલેગાંવના એક વેપારી સામે મની લોન્ડરિંગનો કેસ થયો હતો આ કેસના તાર ગુજરાત સાથે મળી આવ્યાં છે.

નકલી આઇડીથી બેંક ખાતાઓ ખોલીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 100 કરોડથી વધારે રકમની હેરાફેરીમાં સુરત અને અમદાવાદમાં પણ ઇડીની ટીમો ત્રાટકી છે. મહારાષ્ટ્રના માલેગાંવ, મુંબઇ, નાસિકમાં પણ તપાસ ચાલી રહી છે.

કૂલ 23 જગ્યાઓ પર ઇડીના અધિકારીઓની જુદી જુદી ટીમો તપાસમાં જોડાઇ છે, આ કૌભાંડનો આંકડો 100 કરોડથી પણ વધવાની શક્યતા છે અને અનેક લોકોની ધરપકડ પણ કરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch