Fri,15 November 2024,6:23 pm
Print
header

છત્તીસગઢઃ રાયપુરના કલેકટર રાનુ સાહુ સહિત અનેક અધિકારીઓના ઘરે CBI ના દરોડા- Gujarat Post

રાયપુરઃ ED એ છત્તીસગઢમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ કરવામાં આવી છે. EDની ટીમે ભિલાઈ, દુર્ગ, મહાસમુંદ, અને રાયગઢમાં IAS ઓફિસર, CA સહિતના લોકો પર દરોડા પાડ્યા છે.

EDએ રાયપુરના દેવેન્દ્ર નગરમાં CA વિજય માલુના ઘરે પણ દરોડા પાડ્યા છે. આ સિવાય રાયગઢમાં રાનુ સાહુ, મહાસમુંદમાં નેતા અગ્નિ ચંદ્રાકર, અનુપમ નગરમાં સૂર્યકાંત તિવારીના ઘર રેડ કરાઇ છે.આ સાથે EDએ રાયપુરમાં માઈનિંગ હેડ આઈએએસ ઓફિસર જેપી મૌર્યના ઘરે પણ દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મંગળવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સર્ચ કરી રહી છે.

કલેક્ટર રાનુ સાહુ, કોલસાના વેપારી જય અંબે ટ્રાન્સપોર્ટરના નવનીત તિવારીના બંગલા પર સર્ચ થઇ રહી છે. 4 વાહનોમાં EDના 15 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ રાનૂ સાહુની જગ્યા પર તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch