Fri,15 November 2024,10:09 pm
Print
header

જબલપુરમાં RTO અધિકારીના ઘરે દરોડા, કરોડો રૂપિયાની સંપત્તિ લાગી હાથ- Gujarat Post

(આરટીઓ ઓફિસરના ઘરે તપાસ દરમિયાન મળેલી વસ્તુઓ)

અધિકારીઓ આ વસ્તુઓ જોઈને રહી ગયા દંગ

આવકથી વધુ સંપત્તિની મળી હતી ફરિયાદ

જબલપુરઃ આવકથી વધુ સંપત્તિના કેસમાં  જબલપુરના આરટીઓ સંતોષપાલ સિંહના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યાં છે. દરોડા કરનારા અધિકારીઓએ આરટીઓ ઓફિસરની સંપત્તિ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા.આવકના 650 ગણાથી વધુની મિલકતના પુરાવા મળ્યાં છે. સાથે જ રોકડ, સોનુ ચાંદી મળી આવ્યાંં હતા. લાંબા સમયથી સંતોષ પાલ સિંહ સામે આવકથી વધુ સંપત્તિની ફરિયાદની તપાસ ચાલુ હતી.

આરટીઓ અધિકારી સંતોષ પાલ પાસે 6 રહેણાંક મકાનો, એક ફાર્મ હાઉસ, એક સ્કોર્પિયો, એક આઇ- 20 કાર, 2 મોટરસાઇકલ છે. આરટીઓના તમામ રહેઠાણો પર ઇઓડબ્લ્યુ સર્ચ ચાલી રહ્યું છે. ઇઓડબ્લ્યુના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે કે આ ભ્રષ્ટાચારમાં બીજા  કોન સામેલ છે.

આ પહેલા 8 ઓગસ્ટના રોજ ઇઓડબ્લ્યુએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં જબલપુરના કુંડમ તાલુકાના નિવાસી સમિતિના સહાયક મેનેજરના ઘરે દરોડા પાડ્યા હતા. આર્થિક તપાસ બ્યૂરોની ટીમને તપાસમાં પન્ના લાલા ઉઇકેના ઘરની આવક કરતા 218 ટકા વધુ સંપત્તિ મળી હતી.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch