Sat,16 November 2024,5:51 am
Print
header

ખંભાતમાં જૂથ અથડામણમાં વૃદ્ધના મોત બાદ હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા- Gujarat post

ઉચ્ચ પોલીસ અધિકારી અને એસઆરપીના કાફલા સાથે અંતિમ યાત્રા નીકળી

અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા

ખંભાતઃ રામનવમીના દિવસે શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેમાં  એક વૃદ્ધનું મોત થયું હતું. મૃત્યું પામનાર કનૈયાલાલ રાણાની અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા અહીં જય શ્રી રામના નારા લાગ્યા હતા.ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસઆરપીના કાફલા સાથે અંતિમ યાત્રા નીકળી હતી.  એસપી અજિત રાજીયણને નિવેદન આપતા કહ્યું કે વહેલી તકે હત્યાની તપાસ કરી ચાર્જશીટ કરાશે. સાયોગીક પુરાવા, પ્રત્યદર્શીના નિવેદન અને સીસીટીવીની તપાસ કરાશે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ અંતિમયાત્રામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કનૈયાલાલના પુત્ર સહિત પરિવારે તટસ્થ ન્યાયની રજૂઆત કરી છે. પોલીસે આરોપીઓને સજા કરાવવાની હૈયા ધારણ આપી છે. મૃતકના પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. મૃતકના ઘરની બહાર SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાનું ષડયંત્ર રચનારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના પ્રયાસની ધારા લગાવી ત્રણ ષડયંત્રકારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વોટ્સઅપ વીડિયો અને CCTV ફુટેજને આધારે અન્યની શોધખોળ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch