Sat,16 November 2024,8:15 pm
Print
header

આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનું બિલ લોકસભામાં પાસ- Gujarat Post

નવી દિલ્હીઃ ચૂંટણી કાયદા સુધારા બિલ 2021ને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ કાયદામાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાની જોગવાઈ છે. ચૂંટણી કાયદા બિલ 2021 મતદાર યાદીના ડેટાને આધાર સાથે જોડાણ કરવાની મંજૂરી આપે છે.સાથે ચૂંટણી કાયદાની જોગવાઈઓ હેઠળ, કોઈ પણ લશ્કરી કર્મચારીઓની પત્નીને લશ્કરી મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર ઠરશે. વિપક્ષના હોબાળાને લોકસભાની કામગીરી મંગળવાર સુધી સ્થગિત રાખવામાં આવી છે

લોકસભામાં ‘ચૂંટણી કાયદા’ (સુધારા) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં આધારકાર્ડને મતદાર યાદી સાથે જોડાણ કરવાની જોગવાઈ કરાયેલી છે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021 મતદાર યાદીના ડેટા (મતદાર કાર્ડ)ને આધાર સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. વિપક્ષે રાજ્ય સભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દા અને લખીમપુર ખીરી ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના રાજીનામાની માંગને લઈને બંને ગૃહોમાં હંગામો કર્યો હતો.

ગૃહની કાર્યવાહી આવતીકાલ મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે મચાવેલા હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભા અને પછી લોકસભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે મોદી સરકારે લોકસભામાં મતદાર ઓળખકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટેનું બિલ રજૂ કર્યું હતું.વિપક્ષે આ બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માંગ કરી છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કાયદા બિલ 2021ને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માંગ કરી છે. ચૂંટણી કાયદા (સુધારા) બિલ 2021માં કાયદાકીય છટકબારીઓ છે. આ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે, જે સૌની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.તેનાથી લાખો લોકોના ચૂંટણી અધિકાર છીનવાઈ શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch