Fri,15 November 2024,3:05 pm
Print
header

ટ્વિટરના CEO પદેથી રાજીનામું આપશે Elon Musk, કંપનીના ભવિષ્યની કરી વાત- Gujarat Post

વોશિંગ્ટનઃ અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્કે હવે ટ્વિટરને લઈને એક નવી અને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે ટ્વિટ કર્યું છે કે આ કામ કરવા માટે તેમને કોઈ મૂર્ખ વ્યક્તિ મળશે કે તરત જ તે સીઈઓના પદ પરથી રાજીનામું આપી દેશે. મસ્કે આ નિર્ણય તાજેતરમાં કરવામાં આવેલા ટ્વિટર પોલ બાદ લીધો છે. તેમણે ટ્વિટર પોલ કરીને લોકોને પૂછ્યું હતું કે શું તેમણે કંપનીના સીઈઓ પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ પોલમાં 57.5 ટકા લોકોએ મસ્કના રાજીનામાની તરફેણમાં વોટ આપ્યો છે.

મસ્કે આ ટ્વિટર પોલ 19 ડિસેમ્બરે હાથ ધર્યો હતો, કહ્યું હતું કે પોલનું જે પણ પરિણામો આવશે તે તેઓ અનુસરશે.આ પોલમાં 17,502,391 લોકોએ વોટ કર્યો, જેમાં 57.5 ટકા લોકો મસ્કના રાજીનામાની તરફેણમાં હતા, 42.5 ટકા લોકોએ કહ્યું કે તેમણે ટ્વિટરના સીઈઓ તરીકે જ રહેવું જોઈએ. રાજીનામાની જાહેરાત કરવાની સાથે જ એલોન મસ્કે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે CEO તરીકેનો પદભાર સંભાળવા માટે કોઈ મળતા જ તેઓ રાજીનામું આપી દેશે અને કંપનીમાં માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમની સંભાળ રાખશે.

અગાઉ 17 નવેમ્બરે મસ્કે કહ્યું હતું કે ટ્વિટર ખરીદ્યા બાદ તેમણે કંપનીમાં મોટા ફેરફારો કરવા માટે પોતાનો ઘણો સમય ફાળવવો પડશે. આમાં સામેલ થવાને કારણે મસ્ક પોતાની જૂની કંપની ટેસ્લાને ઓછો સમય આપી શકે છે. ટ્વિટરને વધુ સમય આપવાને કારણે ટેસ્લાના રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch