Fri,15 November 2024,8:05 pm
Print
header

Musk Twitter Deal: એલોન મસ્કે ટ્વિટર ડીલ તોડવાનું જણાવ્યું આ કારણ, જાણો શું છે મામલો- Gujarat post

વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક અહેવાલ બાદ આવ્યું મસ્કનું નિવેદન 

ડીલ તોડવા પાછળ ભારત કનેક્શન પણ જણાવવામાં આવ્યું હતું

અમેરિકાઃ એલોન મસ્ક અને ટ્વિટર ડીલનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ મસ્કે ટ્વિટર ડીલ તોડવા પાછળનું બીજું મોટું કારણ આપ્યું છે. ટેસ્લાના સીઈઓ મસ્કે જણાવ્યું કે કંપનીના વ્હીસલબ્લોઅર્સની સામે આવેલી અસલીયત આ ડીલ તોડવાનું મોટું કારણ છે. ટ્વિટરના વ્હિસલબ્લોઅરે કંપનીના ગોટાળા છુપાવવા 70 લાખ ડોલર લીધા હતા. જેઓ કંપનીનું લિગલ કામ જોતા હતા. આવા અનેક ખુલાસાઓ પછી મસ્કે ટ્વિટર ખરીદવા માટેનો $44 બિલિયનનો સોદો રદ કર્યો હતો. મસ્કનું નિવેદન વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ બાદ સામે આવ્યું છે. અહેવાલમાં જણાવાયું હતુ કે ટ્વિટરે વિવાદોના સમાધાન માટે વ્હીસલબ્લોઅરને આ રકમ આપી હતી.

ટ્વિટરને લખેલા પત્રમાં, એલોન મસ્કના વકીલોએ કહ્યું, "ટ્વિટરે પીટર જટકો (વ્હિસલબ્લોઅર) અને તેના વકીલોને $7.75 મિલિયન ચૂકવતા પહેલા તેમની સંમતિ મેળવી ન હતી."આ મર્જર કરારનું ઉલ્લંઘન છે. જટકોને $7 મિલિયન સહિતની આ ચૂકવણીની ભૂલ સુધારી શકાતી નથી.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ટ્વિટર સાથે બ્રેકની જાહેરાત કરતા કહ્યું કે ટ્વિટર પર 'બોટ્સ, સ્પામ અને ફેક એકાઉન્ટ' છે, જેને કારણે પણ તેણે ડીલ તોડવી પડી છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે તેમની ટ્વીટ્સ પરની 90 ટકા ટિપ્પણીઓ વાસ્તવમાં બૉટ્સ અથવા સ્પેમ રિપ્લાય છે.

આ પહેલા મસ્કે ટ્વિટર ડીલ તોડવા પાછળ ભારત કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે ટ્વિટર ભારત સરકાર સામેના જોખમી મુદ્દાઓને જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું છે.મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિટરે ભારત સરકારની વિરુદ્ધ જઈને વિશ્વના ત્રીજા સૌથી મોટા બજારને જોખમમાં મૂક્યું છે. મસ્કે ડેલવેર કોર્ટમાં કાઉન્ટરસુટમાં એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિટરે તેને ઘણી બાબતો વિશે મને અંધારામાં રાખ્યો હતો. ડીલ સમયે તેમને ભારતમાં ચાલી રહેલા કામ વિશે માહિતી આપવામાં આવી ન હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ટ્વિટરે ભારતમાં સ્થાનિક કાયદાનું પાલન કરવું જોઈએ. તે જ સમયે, ટ્વિટરે કોર્ટને કહ્યું છે કે મસ્ક પાસે કંપની વિશે સંપૂર્ણ માહિતી હતી. તેમ છંતા તેમને આ ડીલ તોડી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch