Sun,17 November 2024,5:14 pm
Print
header

જાણો, ઝાયડસ કેડિલાની કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટે ક્યારે મંજૂરી મળશે?

અમદાવાદઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. અને રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લા થોડા દિવસોથી રસીકરણની ગતિ પણ ધીમી પડી છે, જે ચિંતાજનક વાત છે. દેશમાં રસીકરણ વધારે ઝડપી બને તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે નવી કંપનીઓની રસીને મંજૂરી આપી રહી છે.

અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા પણ કોરોનાની રસી બનાવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલા ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટવીટ પ્રમાણે ઝાયડસ કેડિલાની કોરોના રસીને ઈમરજન્સી વપરાશને મંજૂરી આપવામાં થોડા દિવસ લાગી શકે છે. સૂત્રોના હવાલાથી એજન્સીએ આ માહિતી આપી છે. ટૂંક સમયમાં જ કોરોનાની નવી રસી પણ માર્કેટમાં ઉપલબ્ધ થઇ જશે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે  દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા, 39649 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 724 લોકોના મોત થયા છે. દેશમાં કુલ ત્રણ કરોડથી વધુ લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch